Job 26

1પછી અયૂબે ઉત્તર આપ્યો અને કહ્યું કે:

2‘’સામર્થ્ય વગરનાને તમે કેવી રીતે સહાય કરી છે?
અને દુર્બળ હાથને તમે કેવી રીતે બચાવ્યા છે?
3અજ્ઞાનીને તમે કેવી રીતે બોધ આપ્યો?
અને તમે ખરું ડહાપણ કેવું જાહેર કર્યું છે?
4તમે કોની મદદથી આ શબ્દો બોલ્યા છો?
તમને કોના આત્માએ પ્રેરણા આપી છે?‘’

5બિલ્દાદે ઉત્તર આપ્યો કે,

પાણી તથા તેમાં રહેનારની નીચે મરેલાઓ ભયથી ધ્રૂજે છે.
6ઈશ્વરની સમક્ષ શેઓલ ઉઘાડું છે,
અને વિનાશને કોઈ આવરણ નથી.

7ઈશ્વર ઉત્તરને ખાલી જગ્યાએ ફેલાવે છે,

અને પૃથ્વીને શૂન્યાવકાશ પર લટકાવી છે.
8તેમણે ગાઢ વાદળામાં પાણી ભર્યું છે
અને છતાં પાણીના ભારથી વાદળ ફાટતાં નથી.

9ઈશ્વર ચંદ્રના મુખને ઢાંકી દે છે.

તે તેના પર વાદળાંઓ પાથરી અને સંતાડી દે છે.
10તેમણે પાણીની સપાટી પર હદ ઠરાવી છે,
પ્રકાશ તથા અંધકારની સરહદો પણ નક્કી કરી છે.

11તેમની ધમકીથી આકાશના સ્થંભો કાંપે છે

અને વિસ્મિત થાય છે.
12તે પોતાની શક્તિથી સમુદ્રને શાંત કરે છે.
પોતાના ડહાપણથી તે અજગરને વીંધે છે.

13તેમના શ્વાસે આકાશને નિર્મળ કર્યું છે;

તેમના હાથે જલદ સર્પને વીંધ્યો છે.
જુઓ, આ તો માત્ર તેમના માર્ગનો ઈશારો છે;
આપણે તેમનો ઝીણો ગણગણાટ સાંભળીએ છીએ ખરા?
પણ તેમના પરિપૂર્ણ પરાક્રમની ગર્જનાને કોણ સમજી શકે?‘’
14

Copyright information for GujULB